HomeGujaratનશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ પકડાયા

નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ પકડાયા

જામનગરમાં પાંચ દિવસ પૂર્વે કારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે શખ્સ સામે નશોખોરીનો કેસ નહીં કરવાના બદલામાં તેની પાસેથી રૂ.1 લાખની લાંચ માગ્યા બાદ રૂ.50 હજારની લાંચ લેનાર પીએસઆઇ પરમારને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

આ હતો મામલો: એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ જે.કે.રાઠોડે ગત તા.1ના હાઇવે પર એક કાર અટકાવી હતી, કારમાં બે શખ્સ બેઠા હતા, બંને શખ્સ નશો કરેલી હાલતમાં હોવાની શંકા ઉઠતાં પીએસઆઇ રાઠોડે ધોરણસરની કાર્યવાહી કરવાને બદલે પ્રોહિબિશનનો ગુનો નોંધાશે, ફિટ કરી દઇશ તેવી વાતોથી બંનેને ધમકાવ્યા હતા અને કેસ ન કરવો હોય તો રૂ.50-50 હજાર આપવા પડશે તેમ કહી કુલ રૂ.1 લાખની લાંચ માગી હતી, જેના કારણે લાંચ વિરોધી શાખા એ પકડી પાડયા છે

ફોન કરીને ઉઘરાણી કરતા: પાંચ દિવસ દરમિયાન પીએસઆઇ રાઠોડે સતત ફોન કરીને લાંચની રકમ માગવાનું ચાલુ રાખ્યું હતું, લાંચ આપવી નહીં હોવાથી બંને શખ્સે એસીબીનો સંપર્ક કર્યો હતો, અને છટકું ગોઠવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW