HomeGujaratવાંકાનેર: રાતાવીરડામાંથી ગુમ થયેલ બાળક કોલસામાં દટાઇ જતા મોત થયાનો ખુલાસો

વાંકાનેર: રાતાવીરડામાંથી ગુમ થયેલ બાળક કોલસામાં દટાઇ જતા મોત થયાનો ખુલાસો

વાંકાનેરના રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામકોલમાંથી કૈલાશભાઇ નીંગવાલનો પુત્ર રીતિક ઉર્ફે નૈતિક અચાનક ગુમ થઇ ગયો હતો જે બાદ કૈલાશે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસના કામે અલગ અલગ દિશામા તપાસ શરૂ કરી કરી હતી


આ ગુન્હાની તપાસ દરમ્યાન સી.સી.ટીવી કુટેજનુ ઝીણવટ પુર્વક અવલોકન કરતા ગુમ/ અપહરણ થયેલ બાળક બપોરના ર/૦૦ વાગ્યાની આસપાસ પોતાની મેળે કોલસાના ઢગલા પર સુઇ ગયેલ ત્યારે કલાક ૧૪/૧૦ વાગ્યે કોલસાનો પ્લાન્ટ શરૂ થતા કન્વેયર બેલ્ટ મારફતે કોલસો સુતેલા બાળક પર પડતા બાળક કોલસાના ઢગલામા દબાય ગયેલાનુ અને ટ્રક મારફતે કોલસાની સાથે જતુ રહેલાનુ સી.સી.ટીવી.ના કુટેજ પરથી સ્પષ્ટ જણાયુ હતું.
જેથી શ્યામ કોલ કારખાના માંથી ટ્રકની ડીટેઇલ મેળવી જે જગ્યાએ કોલસા મોકલેલ તેની વિગત મેળવતા ટ્રક એફીલ વિટ્રીફાઇડમા ગયેલાનુ જાણવા મળતા તાત્કાલીક ટીમ મોકલી તપાસ કરાવતા ગુમ/ અપહરણ થયેલ બાળકનુ બોડી કોલસાના થાળા માંથી (વુફર) મળી આવતા બાળકના માતાપિતા દ્રારા ઓળખ કરાવી તપાસના કામે આગળની તજવીજ ચાલુ કરવામા આવેલ છે.
આમ આ ગુન્હામા બાળકનુ અપહરણ કે હત્યા થયેલ નથી પરંતુ અકસ્માતે કોલસામા દટાય જવાથી બાળકનુ મૃત્યુ થયેલ હોવાનુ સી.સી.ટીવી કુટેજના આધારે તેમજ અત્યાર સુધીની તપાસમાં સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW