મોરબી માળીયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ નજીક આવેલ મહાદેવ પેટ્રોલ પમ્પ સામે શનિવારે મોડી સાંજે એક ટ્રકે કારને પાછળથી ઠોકર મારી હતી.ઘટનામાં દુર્ગાપ્રસાદ છબીલભાઈ ચૌહાણ નામના 20 વર્ષના યુવકને ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં મોરબીના મહેન્દ્રનગર 108ની ટીમના ઈએમટી દિલીપભાઈ અને પાઇલોટ હનીફભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.બનાવને પગલે મોડી સાંજે લક્ષ્મીનગર નજીક હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ જિલ્લા ટ્રાંફિક પોલીસની ટીમ તેમજ નેશનલ હાઇવેની 1033ની ટીમ પણ દોડી જઇ જામ ક્લિયર કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો

