અમદાવાદ હળવદ હાઇવે પર સુખપુર ગામ પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતા કેમિકલ રસ્તા પર ઢોળાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે એક રસ્તો બંધ કરી બન્ને સાઈડના વાહનો એક તરફ ડાયવર્ટ કર્યા હતા જોકે સતત ધમધમતા આ માર્ગ પર વાહનો વધી જવાના કારણે મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઇલર વચ્ચે અમદાવાદ હળવદ હાઇવે પર કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું છે. અને બસમાં સવાર મુસાફરોમાંથી 10 જેટલા લોકોને નાના મોટી ઇજાઓ પોહચી છે. જેમાં 1) મફાભાઇ ખીમાભાઇ ડાભી (ઉ.વ.42) રહે. સુરેન્દ્રનગર 2) મીનાબેન રાજુભાઈ (ઉ.વ. 35) રહે. કોંઢ 3) તકુબેન કરમશીભાઇ (ઉ.વ.60) રહે. સુરેન્દ્રનગર 4) ફૈજુબેન અકબરભાઈ (ઉ.વ. 42) રહે. ભરાડા 5) નસીમબેન નાસીર (ઉ.વ.40) 6) સમીમબેન નાસીંગભાઇ સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

