HomeGujaratCentral Gujaratમહાદેવ મંદિરમાં શું વડોદરાના એક પણ મંદિરમાં એના લગ્ન નહિ થવા દઉં

મહાદેવ મંદિરમાં શું વડોદરાના એક પણ મંદિરમાં એના લગ્ન નહિ થવા દઉં

વડોદરામાં રહેતી એક યુવતી આત્મવિવાહ એટલે કે પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. યુવતીના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. વડોદરાના ભાજપ ઉપપ્રમુખે કહ્યું હતું કે, આ યુવતીના લગ્ન મહાદેવ મંદિરમાં તો શું પરંતુ વડોદરાના કોઈપણ મંદિરમાં નહીં થવા દઉં.
સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ક્ષમા બિંદુ નામની યુવતીની આત્મવિવાહની જાહેરાતે દેશભરમાં ચર્ચા જગાવી છે.

શું કહે છે ઉપપ્રમુખ: વડોદરા શહેરના ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ કહ્યું છે કે, ક્ષમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી છે તે યોગ્ય નથી. 11 જૂને હું ક્ષમાના લગ્ન હરિ હરેશ્વર મહાદેવ મંદિર તો શું વડોદરા શહેરના કોઈપણ મંદિરમાં નહીં થવા દઉં. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની વિરુદ્ધ છે. આ એક વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે. જેણે આ મંદિરની આસ્થાને ઠેસ પહોંચે તેવુ કૃત્ય કર્યું છે. કૃત્ય સંસ્કારી નગરીને લાંછન લગાડવાનો પ્રયાસ છે.

ગોવામાં હનીમૂન: ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયમાં તેની સાથે છે. તેમણે લગ્ન માટે પોતાની દીકરીને આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમા લગ્ન બાદ હનીમૂન માટે બે અઠવાડિયું ગોવા જવાની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW