લીવર માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે અને આ મશીન ત્રણ દિવસ ખરાબ લિવરની ખરાબી દૂર કરે છે. મશીન મારફત લીવરને પોષક તત્વો અને હોર્મોન પણ મળે છે. જેથી શરીરમાંથી બહાર કાઢવામાં આવેલું લીવર ફરી તંદુરસ્ત લીવરની જેમ કામ કરે છે અને તેનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરી શકાય છે.
લીવરની બીમારી ગંભીર: ભારત સહિત વિશ્ર્વના દેશમાં લીવરની બિમારી સામાન્ય બની ગઈ છે અને તેના કારણે દર વર્ષે 2 લાખ લોકો મૃત્યુ પામે છે તેની સામે લીવર પ્રત્યારોપણની પ્રક્રિયા ધીમી છે તે સ્થિતિમાં આ પ્રકારે ટેકનોલોજી મદદરૂપ બની શકે છે.

ક્યાં થયો આ પ્રયોગ: સ્વીટઝરલેન્ડની યુનિ. હોસ્પીટલ ઓફ જયુરીચના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક આ પ્રયોગ કર્યો છે. જેના કારણે લીવરના પ્રત્યારોપણ માટે રાહ જોતા દર્દીઓ માટે એક મોટી રાહત થશે. આ યુનિ. હોસ્પીટલના પ્રત્યારોપણ વિભાગના ડિરેકટર ડો. પીયરે ઐલન કાલ્વીનએ આ અંગે તબીબોએ એકસસીજી નોર્મોથેજારિક પફર્યુજન ટેકનોલોજીના એક મશીનનો ઉપયોગ કર્યો છે. 29 વર્ષની એક મહિલા દ્વાર દાન કરાયેલા પરંતુ ખરાબ સ્થિતિના લીવરને આ મશીનમાં ત્રણ દિવસ રાખવામાં આવ્યુ હતું. આ મશીન માનવ શરીર જેવું કામ કરે છે. જેમકે લોહી શુદ્ધ કરવા માટે ડાયાલીસીસ પ્રક્રિયા અપનાવાય છે.
લિમિટેડ સારવાર: લીવર પ્રત્યારોપણમાં એક નવી દિશા મળી છે અને તે આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. અત્યાર સુધી કોઈ મૃત વ્યક્તિના શરીરના અંગોનું દાન કરીને તે જરૂરિયાતવાળા દર્દીઓ પ્રત્યારોપણ કરવામાં આવે છે. જો કે હજું સુધી આ પ્રક્રિયા મર્યાદીત છે પણ હવે મૃત વ્યક્તિના ખરાબ થયેલા લીવરને પુન: તંદુરસ્ત બનાવી તેને અન્ય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાશે.

