કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પોતાના અંગત મુદ્દાને લઈ વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે.
ચૂપચૂપકે: ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશે ત્યારે ભરતસિંહ તેમની પત્નીને દરવાજા પર અટકાવે છે તે જ સમયે એક યુવતી જોવા મળે છે. ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે.
કોણ છે આ યુવતી: આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે રેશમા પટેલ પહોંચ્યા હતા. જ્યાં રેશમા પટેલ ઘરમાં પ્રવેશે છે ત્યાં જ ભરતસિંહ સોંલકી અન્ય યુવતી સાથે પકડાયા હતા.ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાનું મનાય રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હોવાની વાત મીડિયા રિપોર્ટમાં ચર્ચાય છે.

