HomeGujaratમહાનગર પાલિકાની અણઆવડતથી છતે પાણીએ રાજકોટ પાણી વિહોણું

મહાનગર પાલિકાની અણઆવડતથી છતે પાણીએ રાજકોટ પાણી વિહોણું

રાજકોટ શહેરમાં છતે પાણીએ પાણીકાપ વેઠવાનો ફરી એક વખત વારો આવ્યો છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફની લાઇનમાંથી કનેક્શન લેવાની કામગીરી માટે શટડાઉન લેવાનું હોવાથી તેમજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સમ્પ ઇન્ટર કનેકશન કામગીરી બાબતે કાલે પાણી વોર્ડ નં-1,2,3,4,5,7,14ના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય જ્યારે એઈમ્સને પાણી આપવા માટે વોર્ડ નં-1,2,9 અને 10ના વિસ્તારોમાં પાણી કાપ ઝીંકાયો છે.

પાણી કાપ: વોર્ડ નં-1,2,3,4,5,7,9 અને 10માં લોકોને ત્યાં પાણી નહિ આવે. રૈયાધાર આધારીત અને ગાંધીગ્રામ બુધવારના રોજ વોર્ડ નં-1-2માં રામેશ્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંસીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, જ્યારે વોર્ડ નં-9માં ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર તેમજ જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW