રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક હિટ એન્ડ રનની ઘટના જેતપુરમાં સામે આવી છે. ઘટનામાં એક કારે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં કારે બે યુવકોને કચડ્યા હતા.
કાર ખેતરમાં: કારે યુવકોને કચડ્યા બાદ કાર રસ્તા નજીક આવેલા ખેતરમાં પલ્ટી મારી ગઇ હતી. ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બંનેના મોત થયા હતા.
બે યુવાન કચડાયા: જેતપુરના નકળંગ આશ્રમ રોડ પર બે યુવકો ફૂટપાથ પર બેઠા હતા અને તે સમયે અચાનક એક કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી અને આ કારે બંને યુવાનોને કચડ્યા હતા. બેકાબુ બનેલી કાર બંને યુવાનોને કચડ્યા બાદ રસ્તાની સાઇડમાં આવેલા એક ખેતરમાં પલ્ટી મારી ગઇ હતી. બેકાબુ કારે બે યુવાનોને કચડ્યા હતા તે પહેલા બેકાબુ બનેલી કારે બે અન્ય બાઇકને પણ ટક્કર મારી હતી.

શું કહ્યું નજરે જોનારાવ એ: કાર ખૂબ જ સ્પીડમાં જઈ રહી હતી અને કાર ખેતરમાં પલ્ટી મારી હોવાના કારણે કારને પણ ઘણું નુકસાન થયું હતું. કારની આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. તો બીજી તરફ રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને જે બે યુવકો કાર નીચે કચડી રહ્યા હતા. તેમને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસને તપાસમાં સામે આવ્યું હતું કે, ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકોના નામ નિખિલ ઘેલાણી અને હાર્નિષ મેર છે. જોકે આ બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને પહેલાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં ખસેડવામાં આવ્યા હતા.

