મીટર રીડીંગ સોફટવેર અપગ્રેડ કરવાનો હોવાથી રાજકોટમાં મંગળવારે સાંજે 5.30 વાગ્યાથી કામગીરી અટકવાની પૂર્વ સૂચના આપવામાં આવી હતી પરંતુ સવારે ઔદ્યોગીક વિસ્તારોમાં 8 વાગ્યાથી તથા રહેણાંક વિસ્તારોમાં 8.30 વાગ્યાથી મીટર રીડરોેએ બિલીંગ કામગીરી શરુ કરી હતી. પરંતુ સર્વર ડાઉન હોવાથી કામગીરી થઇ શકી ન હતી. મીટર રીડરોએ આ મામલે અધિકારીઓને ફોન પર જાણ કરી હતી.
સર્વર ડાઉન: ત્રણેક કલાક સુધી બિલીંગ પ્રક્રિયા અટકી પડવાને કારણે સંખ્યાબંધ બિલો મોડા બનવાનું સ્પષ્ટ હતું ઉપરાંત કંટાળેલા મીટર રીડરો પણ જે તે સબડીવીઝન ઓફીસમાં પહોંચી ગયા હતા. રાજકોટમાં અંદાજીત 180થી 200 જેટલાં મીટર રીડરો બિલીંગની કામગીરી કરતાં હોય છે.
પહોંચ માં પણ કોડ: બિલની સાથોસાથ અપાતી નાની કાપલીમાં પણ ક્યૂઆર કોડ હશે. આ કામગીરી માટે સોફટવેર અપગ્રેડ કરવાના ભાગરુપે જ ગઇકાલ સાંજથી બિલીંગ કામગીરી અટકાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

