મોરબી નગરપાલિકાની નવી કચેરીનું બાંધકામ છેલ્લા 5 વર્ષથી ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે કે જે કામ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની હતી તેના 4 વર્ષ સુધી પૂર્ણ થઇ નથી જેના કારણે પાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા લાલઘુમ થયા હતા અને એજન્સીનો કોન્ટ્રકટ રદ કરી તેની ડીપોઝીટ પણ જપ્ત કરવામાં આવી છે આ કચેરીને પાલિકા દ્વારા 15/05/2018ના રોજ રાજકોટની મારુતિ એન્ટરપ્રાઈઝને કામગીરી કરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જે તે સમયે પાલિકાએ આ કચેરી 15 મહિના એટલે કે ઓગસ્ટ 2019 સુધીમાં પૂર્ણ કરવાની હતી જોકે એજન્સીની લાલીયાવાડી એટલી હદે સામે આવી હતી કે મે 2022 સુધીમાં પણ કામગીરી પૂર્ણ કરી શકી નથી તેમજ જે તે સમયે એજન્સીને કોન્ટ્રાકટ વખતે પાલિકા દ્વારા શરત મુકવામાં આવી હતી જેમાં જે ભાવમાં તેમનો કરાર થયો હતો તે ભાવ વધારો થઈ શકશે નહી આ ઉપરાંત સમય મર્યાદા પૂર્ણ કરવા પણ જણાવ્યું હોવા છતાં એજન્સી દ્વારા અવાર નવાર ભાવ વધારા અને મુદત વધારા માટે અરજી કરી હતી. જેથી ચીફ ઓફિસરે એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે.તેમજ તેની ડીપોઝીટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

