છોટાઉદેપુરમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 100થી વધારે લોકોને ફૂટ પોઇઝનિંગની અસર થઈ છે. જમણવાર બાદ તમામ લોકોએ ઝાડા અને ઉલટીની ફરિયાદો કરી હતી. જે બાદમાં અફરાતરફરીને માહોલ સર્જાયો હતો. જેમને અસર થઈ હતી તે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુરની જનરલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હૉસ્પિટલ ખાતે બેડ ઓછા પડતા દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી હતી.

જમવું ભારે પડ્યું: એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં વડોદરા ખાતેથી જાન આવી હતી. લગ્ન માટે બપોરના સમગ જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવાર પત્યાના ચાર પાંચ કલાક બાદ લોકોને ઝેરી અસર થવા લાગી હતી. લોકો ઝાડા અને ઉલટીની ફરિયાદ કરવા લાગ્યા હતા. જે બાદમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


