HomeGujaratબંગાળમાં પાકતી લિચીની સૌરાષ્ટ્રમાં મબલખ આવક. જાણો આ પણ એક હકીકત

બંગાળમાં પાકતી લિચીની સૌરાષ્ટ્રમાં મબલખ આવક. જાણો આ પણ એક હકીકત

મીઠા મધુરા ફળ લીચીનું રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવક શરૂ થઈ છે. ભારતમાં ગુજરાતમાં લીચી પાકતી નથી, સૌથી વધુ પાક બિહારમાં થાય છે પરંતુ,માર્કેટમાં સૌ પ્રથમ આવક ત્રિપુરાની એપ્રિલમાં, હાલ મે માસમાં આસામ અને કલકત્તાથી અને છેલ્લે બિહાર, ઝારખંડ,ઉત્તરાખંડથી લીચીની આવક જૂન માસમાં શરૂ થાય છે.

ભારત બીજા ક્રમે: વિશ્વમાં લીચીનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં અને બીજા નંબરે ભારતમાં આશરે ૮ લાખ ટનનું થાય છે. વિટામીન સી, પોટેશિયમ સહિત અનેક મિનરલ્સ, વિટામીન્સ ધરાવતી લીચી હૃદયરોગ,ડાયાબીટીસથી માંડીને કેન્સર સહિતના રોગો અટકાવવામાં મદદરૂપ બની શકે તેવો જાણકારોનો મત છે. પરંતુ, અન્ય ફળની સાપેક્ષે લીચી વેચનારા અને ખરીદનારાએ વિશેષ ધ્યાન રાખવું પડે છે, વેચનારાઓ તેને ડાળખી સાથે જ રાખે છે જેથી તે જલ્દી બગડે નહીં અને નિયમિત પાણીનો છંટકાવ કરીને ગરમીથી બચાવતા હોય છે. આ ફળ આવે છે ગરમીમાં પણ તડકામાં રખાય તો બગડી જાય છે.

વેપારીઓએ કહ્યું: સૌરાષ્ટ્રમાં હાલ કલકત્તા, પશ્ચિમ બંગાળથી લીચી આવી રહી છે. આ ફળ ત્યાં તો તદ્દન સસ્તુ મળતું હોય છે પરંતુ, તેનું ટ્રાન્સપોર્ટેશન 7 સે.તાપમાનથી નીચે કરવું પડતું હોય અને મોટાભાગે ફ્લાઈટમાં મોકલવી પડતી હોય પડતર ખર્ચ વધુ આવતો હોય છે. રાજકોટમાં હાલ તે રૂ।. 200થી 250 અને કેટલાક વિક્રેતા રૂ।. 300 સુધીના ભાવ પણ લેતા હોય છે. હજુ બિહારથી આવક શરૂ થઈ નથી પણ સપ્તાહ પછી તે આવક પણ શરૂ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW