HomeGujaratમોરબી: માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી: માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

રાજકોટ મોરબી હાઈવે પર આવેલ લજાઈ ગામ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે હાલ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરના લાભાર્થે રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન ક્રમવા આવ્યું છે. ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથાનો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે દરરોજ દેશ વિદેશમાં રહેતા આઠ લાખ જેટલા લોકો ઓનલાઈન કથા નિહાળી સંસારની આધિ,વ્યાધિ,ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી દ્વારા તા.27.05.22 ના રોજ કથા સ્થળે રાત્રે 8.00 વાગ્યાથી સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી અને અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તો ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પોપટભાઈ કગથરા,રમેશભાઈ માકાસણા સંસ્કાર લેબોરેટરી,હેતલબેન પટેલ અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ વગેરે દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW