HomeNationalઅભિલાષા બરાક કોમ્બેટ એવીએટર તરીકે સેનામાં સામીલ

અભિલાષા બરાક કોમ્બેટ એવીએટર તરીકે સેનામાં સામીલ

કેપ્ટન અભિલાષા બરાકને કોમ્બેટ એવિએટર તરીકે સેનામાં સામેલ કરવામાં આવી છે. આ મુકામ પર પહોંચનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. સેનાએ બુધવારે તેમનું સન્માન કર્યું હતું. તાલીમ બાદ તેમને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

ખાસ સન્માન: અભિલાષા બરાકને ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ આર્મી એવિએશન દ્વારા 36 આર્મી પાઈલોટ્સ સાથે પ્રતિષ્ઠિત વિંગ્સથી નવા જવામાં આવ્યા હતા. આર્મીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુવા એવિએટર્સ હવે કોમ્બેટ એવિએશન સ્ક્વોડ્રનમાં પોતાની પાંખો ફેલાવી રહ્યા છે. ગયા વર્ષે જૂનમાં હેલિકોપ્ટર પાઈલટની તાલીમ માટે પ્રથમ વખત 2 મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. આ બંનેને નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી.

15 મહિલાની ઈચ્છા: આર્મી અનુસાર 15 મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં મહિલાઓને એવિએશન વિભાગમાં એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ ડ્યુટીની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ હવે તે પાયલટની જવાબદારી સંભાળશે. 2018માં એરફોર્સ ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઈટર એરક્રાફ્ટ ફ્લાઈ પ્રથમ ભારતીય મહિલા બની હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW