HomeGujaratCentral Gujaratકોવીડ કાળ પૂરો થતા મંદિરની દાનપેટી ભરાઈ ગઈ

કોવીડ કાળ પૂરો થતા મંદિરની દાનપેટી ભરાઈ ગઈ

લોકડાઉન વખતે પ્રવેશ પર લગાવલા પ્રતિબંધો પણ દૂર કરાતાં ભક્તો ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં ઉમટી રહ્યા છે અને તેના કારણે દાનની પેટીઓ પણ છલોછલ ભરાઈ રહી છે. વેરાવળનું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, જ્યાં રાજ્યમાં કોરોના મહામારીના કારણે દાનની ઓછી આવક થઈ હતી તે ફરીથી પહેલા જેવી થઈ ગઈ છે.

ક્યાં કેટલું દાન: નાણાકીય વર્ષ 2021-22માં સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ હતી, જ્યારે 2019-20માં 46.3 કરોડ હતી 2020-21માં કોવિડ સમયગાળા દરમિયાન તે ઘટીને 23.25 કરોડ થઈ ગઈ હતી.

દ્વારકા: દ્વારકાધીશ મંદિરની આવક, જે 2019-20માં 11.03 કરોડ હતી, તે ઘટીને 2020-21માં 6.44 કરોડ થઈ હતી. જો કે, 2021-22માં વધીને 13 કરોડ રૂપિયા થઈ હતી.

અંબાજી: બનાસકાંઠા ડેપ્યુટી કલેક્ટર આર કે પટેલ, જેઓ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર પણ છે, તેમણે કહ્યું હતું કે 2020-21માં આવકમાં એકદમથી ઘટાડો થયો હતો કારણ કે મંદિર મુખ્ય તહેવારો પર બંધ રહ્યું હતું. ‘2019-20માં દાનનો આંકડો 51.63 કરોડ હતો, જે 2020-21માં ઘટીને 31.92 કરોડ થયો હતો. 2021-22માં 47.76 કરોડનું દાન મળ્યું હતું’, તેમ પટેલે કહ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW