કૉન્ગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે ભગવાન શ્રીરામના રામમંદિરની ઇંટને લઈને કરેલા અભદ્ર નિવેદનથી વિવાદ ઉઠ્યો છે. દિવસભર આ વિવાદ ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો.
આ શું બોલી ગયા: અમદાવાદ નજીક આવેલા વટામણ ખાતે ગઈ કાલે યોજાયેલા ગુજરાત કૉન્ગ્રેસના કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ‘રામમંદિરના નામે પૈસા ઉઘરાવ્યા. મારી ભોળી માતા-બહેનો એ જમાનામાં કુમકુમ તિલક ચાંલ્લા કરી માથે મૂકીને રામ શિલાને લઈ જાય, ઢોલ નગારા સાથે વાજતેગાજતે પાદરે મૂકી આવે, મનમાં હાશ થાય-હવે રામમંદિર બંધાશે અને બધા સુખી થઈ જઈશું, પછી કૂતરા પેશાબ કરતા થઈ ગયા એના પર.’
ભાજપની પ્રતિક્રિયા: બીજેપીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ ભરતસિંહ સોલંકીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મને ખબર નથી પડતી કે ગુજરાત કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ રહી ચૂકેલા હોવા છતાં આવી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અભદ્ર ટિપણી કેમ કરી શકે છે. તેને ભારતના નાગરિકો અને હિન્દુઓ માફ નહીં કરે.
मैंने पहले भी कहा था की कांग्रेस पार्टी जनता की भावनाओं को ठेस पहुँचाने का काम करती है, हमेशा हिंदू धर्म की आस्था को नुक़सान पहुँचाने का प्रयास करती हैं। आज पूर्व केन्द्रीय मंत्री और गुजरात कांग्रेस के नेता ने बयान दिया की राम मंदिर की ईंटों पर कुत्ते पेशाब करते हैं..!
— Hardik Patel (@HardikPatel_) May 24, 2022
હાર્દિક પટેલનો સવાલ: કૉન્ગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા દેવા નથી. કૉન્ગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. હું કૉન્ગ્રેસના નેતાઓને પૂછવા માગું છું કે તમને ભગવાન શ્રીરામથી શું વાંધો છે.

