દેશભરમાં રેલ્વેનાં 7 હજારથી વધુ રેલવે સ્ટેશનો પર 6 લાખથી વધુ લોકોને સેલ્સમેનની નોકરી મળશે. જાહેર કરાયેલી નીતિમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક પ્લેટફોર્મ પર યોજના અંતર્ગત કમ સે કમ બે સ્થાયી સ્ટોલ ખોલવામાં આવશે.
શું કહે છે સરકાર: હાલના સ્ટોલ-કિયોસ્કના વ્યવસાયને તેની અસર ન થાય. દરેક સ્ટોલ-કિયોસ્ક આકાર અને રંગરૂપમાં એક જેવા હશે. આ નીતિ મુજબ સ્ટોલની ફાળવણી સમાજના કમજોર વર્ગ અને હાંસીયામાં ધકેલાયેલા લોકો માટે કરવામાં આવશે. જેમાં શિલ્પકાર, વણકર, કારીગર સ્વયં સહાયતા સમુહ સહીત કેન્દ્ર અને રાજય સરકારોની ઓથોરીટીની માંગ પર સ્ટોલ અપાશે.
કોની જવાબદારી? પ્રત્યેક શિફટમાં ઓછામાં ઓછા બે સેલ્સમેન તૈનાત કરવામાં આવશે.રેલવે બોર્ડનાં સભ્યે 20 મેથી બધી ઝોનલ રેલવે જનરલ મેનેજરોને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા સંબંધે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. જેમાં ઉલ્લેખ છે કે પ્લેટફોર્મ પર સ્થાયી સ્ટોલ-કિયોસ્ક સિવાય પોર્ટેબલ સ્ટોલ અને ટ્રોલી ફાળવવાનો અધિકાર ડીઆરએમને રહેશે.

