ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોશીયારા સહિત 1,500 કાર્યકરોનો ભાજપમાં જોડાશે.
આદિવાસી વિસ્તારમાં મજબૂતીની આશા: આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. અરવલ્લીના ભિલોડામાંથી ભાજપમાં કેવલ જોશિયારા સહિત 1,500 કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી કરશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેવલ જોશીયારા સહિત સ્થાનિક આગેવાનો ભાજપમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે.
શું કહે છે કેવળ જોશિયારા: લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, કુબેર ડીંડોર, સાંસદ દીપસિંહ રાઠોડ, મહામંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા. હવે ભાજપ આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા પોતાની આગામી રણનીતિને અંજામ આપશે.
કોંગ્રેસમાંથી ભાજપમાં: જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. જેણી તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.

