માળિયા તાલુકાના વવાણીયા ગામમા તાજેતરમાં રામબાઈ માતાની જગ્યામાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલ મંત્રી બ્રિજેશ મેરજા તેમજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાહેરાત કરી હતી કે માળિયા તાલુકાના ગામડામાં કેનાલ થકી સિંચાઈનું પાણી આપવા બાબતે રૂ 38 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાતને પગલે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ પંચાયત મંત્રી બ્રીજેસ મેરજાને પત્ર લખ્યો હતો જેમાં કયા વિસ્તારમાં તેમજ કયા-કયા ગામોને કેનાલોનો લાભ મળશે તેની વિગતો આપવા વિનંતી. બજેટમાં કરેલ જોગવાઈઓનું પ્રૂફ પણ આપવા માંગણી કરી છે આ ઉપરાંત 1500 હેકટર જમીનને કેનાલથી સિંચાઈની સુવિધા આપવામાં આવશે અને આ કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે આ વિસ્તારના ખેડૂતોની માંગણી 52 ગામોને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે તેવી હતી. જેના અંતર્ગત 50 હજાર હેક્ટર જમીનને તે સુવિધાનો લાભ પ્રાપ્ત થવાનો હતો. તેની સામે ફક્ત 1500 હેકટર માટે જ સુવિધા અને તે પણ ૫ વર્ષમાં આપવામાં આવશે તેવું આપ કહો છો તો બાકીના 48,500 હેક્ટર જમીન માટે શું? અને ક્યારે તેઓ ને ન્યાય મળશે તેવા આકરા સવાલ કર્યા છે.

