આ વર્ષથી ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીમાં વિજ્ઞાાન અને અંગ્રેજી વિષય સાથે બેઝિક કે સ્ટાન્ડર્ડ ગણિત રાખી પાસ થનારા કોઈ પણ વર્ષના કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીને પ્રવેશ મળશે.જ્યારે આઈટીઆઈ પાસ વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઈજનેરીના બીજા વર્ષમાં સીટુડી હેઠળ હવે કોઈ પણ બ્રાંચમાં સીધો પ્રવેશ મળશે.આઈટીઆઈ પાસ અને ટેકનિકલ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઈજનેરીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી,કમ્પ્યુટર એન્જિનિયરિંગ સહિતની ઈમર્જિંગ બ્રાંચમાં પણ પ્રવેશ લઈ શકશે
આઈઈસીટીઈ દ્વારા જાહેર કરાયેલી સ્વનાથ સ્કોલરશિપની ટેકનિકલ કોલેજો માટેની સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમામવનાર બાળકોને સુપર ન્યુમરી બેઠકોમાં પ્રવેશ મળશે અને આ માટે દરેક કોલેજમાં બે -બે બેઠકો સુપર ન્યુમરી તરીકે અપાશે. આ સ્કીમ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન્ સ્કીમ -૨૦૨૧ અંતર્ગત સ્કોલરશિપ પણ મળશે.

આઈટીઆઈ પાસ વિદ્યાર્થી પણ અન્ય ધો.૧૦ પાસ વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર, રોબોટ્કિસ,એઆઈ સહિતની ઈમર્જિંગ બ્રાંચીસમાં પ્રવેશ મેળવી શકશે.વર્ષ ૨૦૨૨-૨૩થી એટલે કે આ વર્ષથી ધો.૧૦ પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશની પ્રક્રિયામા કોઈ પણ વર્ષમાં માન્ય બોર્ડમાંથી ધો.૧૦ ગણિત-બેઝિક કે સ્ટાન્ડર્ડ ગણિત તથા વિજ્ઞાાન અને અંગ્રેજી સાથે પાસ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર ગણવામા આવશે.

