મોરબી જિલ્લામાં ખેતી વ્યવસાય સાથે જોડાયેલ ખેડૂત,ગણોતીયા,ખેતી ભાગમાં રાખતા ભાગિયા અને ભાડા પટ્ટે જમીન રાખી ખેતી કરતા ખેડૂતનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ખેડૂતો પાસે ફોર્મ જાહેર કરવામાં આવ્યુ છે અને કપાસ ઉચ્ચ ઉત્પાદક પીયત, કપાસ ઉચ્ચ ઉત્પાદક બિન-પીયત, મગફળી ઉચ્ચ ઉત્પાદક પીયત, મગફળી ઉચ્ચ ઉત્પાદક બિન -પીયત એમ ચાર ક્ષેત્ર માટે નોમીનેટ કરવામાં આવશે અને તેના માટે ખેડૂતોને ફોર્મ ભરી પહોચાડવા જાણ કરવામાં આવી છે આ એવોર્ડ માટે કેટલાક નિયમ પણ બનાવાયા છે.
આ એવોડ્સ વ્યક્તિગત ખેડુતો માટે જ છે. ખેડુતનું નામ 7-12 અને 8-અ માં હોય તેવા ખેડુતે અરજી કરવી. ૭-૧૨ અને ૮-અ માં ખેડુતનુ નામ ન હોય તો પ્રમાણિત સરકારી વારસાઇ જોડવાની રહેશે. ૭-૧૨ અને ૮-અ માં ખેડુતનુ નામ ન હોય તો ગણોતીયા પત્રક રજુ કરવાનુ રહેશે.
આ એવોર્ડ્સ નિયત થયેલ કુલ ૪ વિવિધ ક્ષેત્રો સંદર્ભે આપવામાં આવશે . આ યોજના અંતર્ગત ભારતિય કિસાન સંઘ કે.વિ.કે. ખેતિવાડી ખાતુ APMC દ્વારા જીલ્લાના ૧ થી ૩ ક્રમામાં આવે ખેડુતને નિયત કરેલ સંખ્યામાં એવોર્ડ્સ આપવામાં આવશે .
આ એવોર્ડ્સમાં ભાગ લેવા માટે નક્કી કરાયેલ અંતિમ તારીખ સુધીમાં નિયત અરજી પત્રક મેળવી તેમાં અરજી કરવાની રહેશે. આવા અરજીપત્રકો જે તે જીલ્લાના ભારતિય કિસાન સંઘ કે.વિ.કે. અથવા ખેતિવાડી ખાતુ APMC દ્વારા મોકલવાની રહેશે.
આ એવોર્ડ્સમાં ભાગ લેનાર પુરુષ કે મહિલાએ પોતાની સૂઝ અને પ્રયોગ દ્વારા મેળવેલ સિધ્ધિની સંપૂર્ણ વિગતો સ્વહસ્તાક્ષરે લખીને અથવા ટાઇપ કરીને ભરવાની રહેશે. ખેડૂતની અરજી લાયક છે તેની પસંદગી ચકાસણી ટીમ દ્વારા કરીને તે મુજબ ભલામણ કરશે.
આ એવોર્ડ્ માટે અરજદાર ખેડુતે મેળવેલ સિધ્દિઓના પરિણામો અન્ય ખેડુતોને ત્યાં લાગુ કરવાની સંભાવનાઓ, ખેડૂતે મેળવેલ સિધ્ધિમાં શું વૈજ્ઞાનિક અભિગમ છે અને કેટલા ખેડૂતોએ તેનો લાભ લીધેલ છે તે અવશ્ય જણાવવાનું રહેશે.
આ એવોર્ડ માટે અરજદાર ખેડૂતે મેળવેલ સિધ્ધિઓ સબબ ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષના પરિણામોને ધ્યાને લેવાશે આ સબબ એવોર્ડ્સ માટે અરજદાર ગ્રામસેવક, ગામના સરપંચ તથા તલાટી મંત્રી પાસેથી ભલામણપત્રમાં ભલામણ કરવાની રહેશે.
આ એવોર્ડ્સ માટે ખેડૂતની પસંદગી બાબતે એવોર્ડ સમિતિનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. આ એવોર્ડ મેળવવો એ હક્કની બાબત નથી, અને આ અંગે કોઈની દાદ – ફરિયાદ લક્ષમાં લેવામાં આવશે નહિ. એવોર્ડ સમિતિનો નિર્ણય કાયદાની પ્રક્રિયાથી પર રહેશે. આ બાબતમાં કોઈપણ પ્રકારનો પત્રવ્યવહાર કરવામાં આવશે નહિ.
એવોર્ડ માટે પસંદગી પામેલ ખેડૂત ભારતીય કિસાન સંઘ દ્વારા યોજવામાં આવનાર કોન્ફરન્સના સ્થળે પોતાના ખર્ચે આવવાનું રહેશે તથા અરજીમાં જણાવેલ ક્ષેત્ર અંગેની માહિતીનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.

