HomeGujaratબેરોજગારીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે કરી અટકાયત

બેરોજગારીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે કરી અટકાયત

યુથ કોંગ્રેસ દ્વારા આજથી બેરોજગારીના વિરોધમાં રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાની આગેવાનીમાં ગાંધીનગરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપ સરકારના સાશનમાં વધતી જતી બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આગામી 17 જૂન સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. સાથે સાથે શ્રમ રોજગાર કચેરીનો ગેરાવ ઉપરાંત તમામ વિધાનસભા બેઠકો ઉપરથી બેરોજગાર યુવાનો પાસે કોંગ્રેસ વિશેષ ફોર્મ ભરાવી વર્તમાન ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લાની જિલ્લા રોજગાર કચેરીઓમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ને પરવાનગી આપી ન હોવાથી કોંગ્રેસના નેતાઓની સત્યાગ્રહ છાવણી થી અટકાયત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતી બેરોજગારી ના મુદ્દા ને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW