હળવદની જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સાગર ફૂડ કેમ નામની મીઠાની ફેક્ટરીની દીવાલ ધારશાહી થવાની દુર્ઘટનામાં ૩ બાળકો સહિત 12 લોકોના કમકમાટી ભર્યા મોત થવાની ઘટના બની હતી આ ઘટનામાં પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022
અને પીએમએન આર એફમાંથી મૃતકોને રૂ 2 લાખની તેમજ ઈજાગ્રસ્તને રૂ 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ મૃતકને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી રૂ 4 લાખની સહાય કરવામાં આવી છે આ ઘટના અંગે સીએમ એ કલેકટરને આદેશ કરી મૃતકને તાત્કાલિક તમામ સારવાર આપવા સુચના આપી છે
ગુજરાતના મોરબીમાં અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. મેં મુખ્યમંત્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી છે, વહીવટીતંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
— Amit Shah (@AmitShah) May 18, 2022
ઘટના અંગે મંત્રી બ્રિજેશ મેરજાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું

