ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં ચુંટણી માહોલ વધુ ઘેરો બની રહ્યો છે અને અલગ અલગ રાજકીય પક્ષ આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા વિધાનસભા સીટના સક્રિય કાર્યકતાઓની આજે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ સામે મીટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી માળીયા વિધાનસભા સીટ નીચે આવતા તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ હાજરી આપી.
ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર અને મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર 20 દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવા અંગે ટ્રેનિંગ પણ અપાય તેમજ કાલ થી સમગ્ર ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તારીખ 27 અને 28 મોરબી ખાતે આવી રહી છે. તે દરમિયાન થનાર કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી હતી .
આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી સૌરવ પાંડે-LPOC કચ્છ-મોરબી ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના સક્રિય કાર્યકતાઓમાંથી 7 ટિમ બનાવી હતી. આગામી 10 દિવસમાં 70 ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીએ પહોંચવાનો નિશ્ચય કરેલ છે. દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહેલા આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી આગામી ચૂંટણી રસસ્પદ રહશે.

