HomeGujaratમોરબીમાં મચ્છુ નદીની સુંદરતાને ગ્રહણ લગાડતી ગાંડીવેલનો નિકાલ ક્યારે?

મોરબીમાં મચ્છુ નદીની સુંદરતાને ગ્રહણ લગાડતી ગાંડીવેલનો નિકાલ ક્યારે?

મોરબી શહેરની જીવાદોરી અને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી મચ્છુ નદી પર હાલ જાણે તંત્રની આળસનું આવરણ છવાયુ હોય તેવી સ્થિતિ બની છે.મોરબીની મચ્છુ નદી પર રામઘાટથી લઈ બેઠા પુલ સુધી તેમજ પાડા પુલથી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ગાંડીવેલનું સામરાજય છવાયું છે.આ વેલમાં ભેજવાળા વતાવરણ દર વર્ષે મચ્છરનો ઉપદ્રવ વધે છે જેના કારણે શહેરમાં મચ્છર જન્ય રોગ વધે છે. હાલ ઉનાળો હોવાના કારણે તડકામાં મચ્છર ટકી.શકતા નથી પણ ચોમાસામાં આ સ્થિતિ નહિ રહે આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ મચ્છુ નદીમાં કૂદીને આપઘાત કરે છે ત્યારે ફાયર વિભાગની સ્થિતિ દયનિય બની જાય છે કારણકે મૃતદેહ આ ગાંડીવેલમાં વિટાઈ નીચે જતો રહે છે જોકે ફાયર વિભાગની હોળી અંદર જઇ શકતી નથી આ કારણે મૃતદેહ કાઢવા જતા લોકોના જીવ પણ જોખમમાં મૂકાઇ છે મચ્છુ નદીમાં આવી કોઈ દુર્ઘટના બને ન બને તે માટે તંત્ર વહેલી તકે આ વહેલને દૂર કરી મચ્છુ નદીની સફાઈ કરે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW