રાજ્યભરમાં કોરોનાની બીજી લ્હેર વખતે મોટા પાયે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દર્દીઓને રીફર કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી આ સમયે એમ્બ્યુલન્સની અછત સામે આવી હતી અને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અનેક ગણું ઉચુ ભાડું વસુલ કરી લોકોને દાઝ્યા પર ડામ દેવાનું કામ કર્યું હતું ત્યારે રાજ્યભરમાં ધારાસભ્ય અને સાંસદોએ તેમના મત વિસ્તારમાં એમ્બ્યુલન્સ તેમજ ઓક્સીજન પ્લાન્ટ માટે પોતાની વાર્ષિક ગ્રાન્ટ ફાળવી હતી.

મંત્રી બ્રિજેશ મેરજાની ગ્રાન્ટમાંથી મોરબી સિવિલ હોસ્પિટલને રૂ 30 લાખના ખર્ચે વસેલ એમ્બ્યુલન્સનું આજે વાવડી ખાતે આવેલ કબીર ધામના મહંત શીવરામદાસબાપુના હસ્તે લોકાર્પણ કરવમાં આવ્યું હતું આ તકે મંત્રી બ્રીજેશભાઈ મેરજા,આરએસએસના પશ્ચિમ ઝોનના સર સંઘ સંચાલક ડો. ભાડેશિયા, સિવિલ હોસ્પિટલના ઇન્ચ.ડો પી.કે દૂધરેજિયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને પાલિકાના હોદેદારો તેમજ ભાજપના આગેવાનો જોડાયા હતા

