રાજ્ય શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું.આ પરિણામમાં મોરબીની નિર્મલ વિદ્યાલયના બે વિધાર્થી બાવરવા ઓમ કમલેશભાઈ 99.99 પીઆર તેમજ ગોધાણી આર્યન રાજેશભાઈએ ગુજકેટમાં 99.99 પી આર મેળવ્યા હતા.આ શાળાના બે વિધાર્થીએ બોર્ડ પરીક્ષામાં બાવરવા ઓમ કમલેશભાઈ અને કગથરા પ્રેમ જનકભાઈ કગથરાએ A 1 ગ્રેડ મેળવ્યો હતો શાળાના આ ત્રણેય છાત્રોએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ પરિણામ મેળવતા શાળાના આચાર્ય નીલેશભાઇ કુંડારિયા તેમજ સમગ્ર શાળાની ટીમે છાત્રોને અભિનંદન આપ્યા હતા

