HomeGujaratCentral Gujaratપતિ થાઇલેન્ડમાં યુવતી સાથે વાત કરતો હતો પત્ની એ ઝડપી લેતા...

પતિ થાઇલેન્ડમાં યુવતી સાથે વાત કરતો હતો પત્ની એ ઝડપી લેતા…

અમદાવાદમાં સામે આવી છે કે જ્યાં એક પરિણીતાની સાસુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તું ખૂબ જ જાડી છે એટલે તુ રિપોર્ટ કરાવ અને ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો. તો બીજી તરફ પરિણીતાએ એક દિવસ તેના પતિનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી પતિ થાઈલેન્ડની કોલ ગર્લ સાથે ભાવતાલ કરતો હોવાનું એક ચેટિંગ પરિણીતાને મળ્યુ હતું.

ત્યારે પણ સાસરિયાઓ દ્વારા પરિણીતાને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, તારે અહિં રહેવું હોય તો રે નહીં તો અમારી સાથે બધું એડજસ્ટ કરવું પડશે. તો બીજી તરફ પતિ પરિણીતાને માર મારતો હતો. આ સમગ્ર મામલે સાસરીયા અને પતિથી કંટાળી પરિણીતાએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વેજલપુર વિસ્તારમાં પરિવારની સાથે રહેતી 23 વર્ષની યુવતીના લગ્ન ભીમજીપુરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન જેની સાથે નક્કી હતા તે યુવક દુબઈમાં સેટ થયો. લગ્ન પહેલા સાસરિયાઓએ કહ્યું હતું કે, અમારો દીકરો દુબઈમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને લગ્ન બાદ તમારી દીકરીને પણ દુબઈ મોકલી દેજો અને દહેજમાં 5 લાખ રૂપિયા આપજો એટલે અમે કોર્ટ મેરેજ કરીશું એટલા માટે લગ્નનો ખર્ચો બચી જશે.

સાસુના કડવા સાંભળતી પરિણીતાને પતિ પણ કરિયાવર બાબતે ત્રાસ આપતો હતો. પતિ દ્વારા પરિણીતાને કહેવામાં આવ્યું કે તું દહેજમાં ત્રણ લાખ રૂપિયા લાવી છે અને જો તારે દુબઈ લખવું હોય તો બીજા બે લાખ રૂપિયાનો ખર્ચો થશે. આ બે લાખ રૂપિયા તારા માતા-પિતા પાસેથી લઈ આવ. બીજી તરફ એક દિવસ જ્યારે પરિણીતા તેના પતિનો મોબાઇલ અને પાસપોર્ટ ચેક કરી રહી હતી ત્યારે પતિના મોબાઈલમાંથી થાઈલેન્ડની એક કોલગર્લ સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું. તેમાં તેનો પતિ આ કોલગર્લ સાથે ભાવ ચાલુ કરી રહ્યો હતો અને ત્યારબાદ આ સ્ક્રીન શોટ પરિણીતાએ તેના પિતાને પણ મોકલી આપ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW