HomeGujaratમાળિયા: વાધરવામાં તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા, દાગીના મળી રૂ 3.70...

માળિયા: વાધરવામાં તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા, દાગીના મળી રૂ 3.70 લાખના મુદામાલની ચોરી

માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામમાં એકસાથે ત્રણ મકાનના તાળા તોડી રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત રૂ ૩ લાખ 70હજારના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી જિલ્લાની પોલીસ ભલે નાઇટ પેટ્રોલિંગના નામે નાટક કરી સબ સલામતના દાવા કરતું હોય પણ જિલ્લામાં દિવસે દિવસે વધી રહેલી ગુન્હા ખોરી પોલીસના તમામ દાવાની પોલ ખોલી રહ્યું છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ હવે સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણ મળી રહ્યા છે ત્યારે વધુ એક પુરાવો વાધારવા ગામમાંથી મળ્યો હતો.માળિયા મિયાણા ગામના વાધરવા ગામમાં રહેતા મનહરભાઈ ભારમલભાઈ બોરીચા અને તેનો પરિવાર સુતો હતો તે દરમીયાન તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરની તીજોરીના તાળા તોડી રૂ 2.34 લાખ રોકડ ચાંદીના કંદોરો,સાંકડા સોનાની કડી સહીત રૂ 14 હજારના દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત તેમની પાડોશમાં રહેતા દિગ્વિજય સિંહ બળવંતસિંહ જાડેજા તેમજ નીતરાજ સિંહ બળવંત સિંહ જાડેજા બન્ને ઘરમાંથી રૂ ૭૫ હજારની કિમંતના સોનાના અને 2000ની કિમતના ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી આ ઉપરાંત અશોકસિંહ જાડેજાના મકાનના પણ તાળા તૂટ્યા હતા જોકે અહી કોઈ વસ્તુની ચોરી થઇ ન હતી બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW