HomeGujaratમોરબી જિલ્લામાં દુષ્કર્મી બેફામ બન્યા ,48 કલાકમાં દુષ્કર્મની ત્રણ પોલીસ ફરિયાદ

મોરબી જિલ્લામાં દુષ્કર્મી બેફામ બન્યા ,48 કલાકમાં દુષ્કર્મની ત્રણ પોલીસ ફરિયાદ

મોરબી જીલ્લો જાણે મિરજાપુર બની રહ્યું હોય તેમ ગુનાઓ જેટલા દિવસે વધે તેના કરતા બમણા જાણે રાત્રે વધતા હોય તેવી સ્થિતિ બની ગઈ છે.જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં દુષ્કર્મની ત્રણ ઘટના પોલીસ ચોપડે નોધાતા ચકચાર મચી જવા પામી છે આ ત્રણ ઘટનામાં એક ઘટના રવિવારે નોધાઇ હતી જેમાં એક પરિવારની સગીરવયની દીકરીને ત્રણ શખ્સે સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિચય મેળવી તેને બદનામ કરવાનું કાવતરું રચી તેની સાથે દુષ્કર્મ આચરી તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા હજુ આ ઘટનામાં પોલીસ તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચે તે પહેલા મોરબીના એક સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર માં રહેતી એક માનસિક બીમાર સગીરા સાથે તેની માતાના પ્રેમી અને પ્રેમીના પુત્રએ દુષ્કર્મ આચર્યું હતું આ બન્ને ઘટનામાં આરોપી ઝડપાય ત્યાં હળવદ પોલીસ મથકમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી જે મુજબ મૂળ એમપીના ઝાબુઆ જિલ્લાના બકતીયા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલા ભાભોર નામના શખ્સે 11 વર્ષની સગીરાનું અપહરણ કરી હળવદ તાલુકાના શીરોઈ ગામમાં આવેલ એક વાડીમાં લઇ ગયો હતો અને એક અવાવરું ઓરડીમાં તેની સાથે દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે ફરિયાદ આધારે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેનને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર તેમજ આરોપીના મેડીકલ ચેકઅપ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW