તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં રહેતા એમ. કમલાતલ ઈડલી અમ્મા તરીકે પ્રખ્યાત છે. 85 કરતાં પણ વધારે ઉંમરના આ મહિલા છેલ્લા 3 વર્ષથી પોતાના વિસ્તારમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને માત્ર એક જ રૂપિયામાં ઈડલી વેચે છે. ત્યારે આજે મધર્સ ડેના પ્રસંગે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમને એક ખાસ ભેટ આપી છે.

માત્ર એક ટ્વિટ કારણે આનંદ મહિન્દ્રાને ઈડલી અમ્મા સાથે ગાઢ સંબંધ બંધાયો હતો. આનંદ મહિન્દ્રાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘અમારી ટીમ શુભેચ્છાને પાત્ર છે જેણે નિર્ધારિત સમયમાં ઘરનું નિર્માણ કાર્ય પૂરૂ કરીને ઈડલી અમ્માને મધર્સ ડે પર તેની ભેટ આપી. તેઓ માતાના ગુણ- પોષણ, દેખભાળ અને નિસ્વાર્થતાના અવતાર સમાન છે. તેમને અને તેમના કામને સહારો આપવાનું સૌભાગ્ય સાંપડ્યું. તમને સૌને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ આ સાથે જ તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે.
Immense gratitude to our team for completing the construction of the house in time to gift it to Idli Amma on #MothersDay She’s the embodiment of a Mother’s virtues: nurturing, caring & selfless. A privilege to be able to support her & her work. Happy Mother’s Day to you all! pic.twitter.com/LgfR2UIfnm
— anand mahindra (@anandmahindra) May 8, 2022
આનંદ મહિન્દ્રાએ 10 સપ્ટેમ્બર 2019ના રોજ ‘ઈડલી અમ્મા’નો એક વીડિયો શેર કર્યો હતો. તે સમયે તેમણે ‘ઈડલી અમ્મા’ને બિઝનેસમાં ઈન્વેસ્ટ કરવાની અને લાકડાના ચૂલાના બદલે ગેસ સ્ટવ આપવાની વાત કરી હતી. આનંદ મહિન્દ્રાની ટીમ જ્યારે ‘ઈડલી અમ્મા’ને મળવા ગઈ ત્યારે તેમણે એક નવા ઘરની ઈચ્છા વ્યક્ત કરી હતી.

