HomeGujaratCentral GujaratLRDની પરીક્ષાની ફાઈનલ આન્સર કીમાં કોઈ ફેરફરા નહીં : ભરતી બોર્ડ

LRDની પરીક્ષાની ફાઈનલ આન્સર કીમાં કોઈ ફેરફરા નહીં : ભરતી બોર્ડ

LRDની પરીક્ષાની ફાઇનલ આન્સર કીને લઇને વિવાદ થઇ ગયો છે. એક તરફ ઉમેદવારો તેની વાત રજૂ કરી રહ્યા છે અને બીજે તરફ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે એલઆરડીની ફાઇનલ આન્સર કીમાં કોઇ ફેરફાર નહીં થાય. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યું હતું. જો કે આ નિર્ણયથી ઉમેદવારોમાં નિરાશા અને નારાજગી જોવા મળી રહી છે.

ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આન્સર કી મુદ્દે 1250થી વધુ વાંધા અરજી મળી હતી. જે બાદ 27 એપ્રિલના રોજ બેઠક યોજી તે દિવસે જ ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જે બાદ પણ અનેક ઉમેદવારો તરફથી લેખિત અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ મુકેલા વિવિધ સોર્સિસ પણ અમે ધ્યાને લીધા છે. બોર્ડ દ્વારા અત્યાર સુધી મળેલા તમામ વાંધાઓની સમીક્ષા કરવામાં આવી છે. 27 તારીખે જે ફાઇનલ આન્સર કી મુકાઇ છે તેમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW