HomeGujaratનરેશ પટેલ ફરી દિલ્હીમાં, રાજકીય માહોલ ગરમાયો

નરેશ પટેલ ફરી દિલ્હીમાં, રાજકીય માહોલ ગરમાયો

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નરેશ પટેલ રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ મોટા નેતાઓને મળશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ફાઇનલ બેઠક કરશે. એવું એક રાજકીય સૂત્ર જણાવે છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત હવે આવી શકે છે. થોડા દિવસોમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. આ એમની અંતિમ દિલ્હી મુલાકાત હોય શકે. કોઈ રાજનીતિ માં આવતા પહેલેથી. જો કે નરેશ પટેલ તેનો નિર્ણય આજે જાહેર કરશે કે કેમ તે બાબત હજી સુધી કહી શકાતી નથી. તેઓ સસ્પેન્સ ક્રિએટ કરવામાં તો માહિર સાબિત થયા જ છે. નરેશ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક યોજી શકે છે. તો કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે.

જામનગરમાં ભાગવત કથામાંનરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા હતા. જોકે નરેશ પટેલે આ અંગે કહ્યું કે, CR પાટીલ સાથે કોઈપણ મુદ્દે ચર્ચા નથી થઈ. આ અગાઉ તેઓ વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર સાથે પણ જોવા મળ્યા હતા. આ બધી કડીઓને જોડવામાં આવે તો નરેશ પટેલ ક્યારેય રાજકારણ જોઈન કરે નહિ છતાય હંમેશા રાજકારણમાં રહે એવું બની શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW