મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન તો છે. મોંઘવારીને પગલે દરેક ચીજ-વસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યા છે.જેમાં છેલ્લા કેટલાય સમયથી લીંબુએ ચોરે અને ચોકે ચર્ચાતી વસ્તુઓમાં મોખરે છે.
લીંબુના ભાવે ઐતિહાસીક સપાટી વટાવી દીધી હતી.અગાઉ 400 રુપિયે કિલો ભાવ હતો જે ઘટીને 200 રૂપિયા થયો થયો છે. જો કે હજી પણ આ ભાવે લીંબુ પોસાય તેમ નથી. લીંબુના હાલ 200 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે. આવી ગરમીમાં લીંબુ શરબત પીવાનું મોંઘુ બન્યુ છે. રાજકોટસીટીમાં લીંબુ બાદ હવે ટામેટાનાં ભાવ આકાશ આંબી રહ્યા છે. ટામેટાનો ભાવ 20 કિલોએ 500થી 800 રુપિયા સુધી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ટામેટાના ભાવમાં 80 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. જો કે યાર્ડમાં લીંબુની આવકમાં સતત વધતા ભાવમાં હવે ઘટાડો થયો છે. યાર્ડમાં લીંબુના ભાવ કિલોએ 50થી 180 સુધી પહોંચ્યા છે. જો કે લીંબુ બાદ ટામેટાના ભાવ એકાએક વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે ટામેટાનો પણ દરેક વાનગી બનાવવામાં ઉપયોગ થાય છે.

સિંગતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચ્યો છે. જ્યારે પામતેલના ભાવ પહેલીવાર 2600ને પાર પહોંચ્યા છે. સરકારી તંત્રની સુસ્તી વચ્ચે સંગ્રહખોર અને નફાખોર બે લગામ બન્યા છે. પામતેલમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 120નો ભાવ વધારો નોંધાયો. ખાદ્યતેલમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાયું છે.

