HomeGujaratહળવદમાં મંત્રીને રજૂઆત કરવા પહોચેલા સફાઈ કર્મીઓને અધિકારીઓએ હડધૂત કરી કાઢી મુકયા

હળવદમાં મંત્રીને રજૂઆત કરવા પહોચેલા સફાઈ કર્મીઓને અધિકારીઓએ હડધૂત કરી કાઢી મુકયા

હળવદ નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કર્મચારીઓની રોસ્ટર સીસ્ટમ મજબ કોન્ટ્રાક્ટથી ભરતી કરવામાં આવી છે જેમાં 7 જેટલા સવર્ણ સમાજના લોકોને પણ સફાઈ કર્મચારી તરીકે ભરતી કરાયા છે. જોકે સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે જે પણ સવર્ણ સમાજના લોકોને સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી છે તેઓને મૂળભૂત કામગીરીમાં એટલે સફાઈ કામમાં મોકલવામાં આવતા નથી પણ તેઓને ઓફીસ કામ કરાવવામાં આવી રહ્યું છે આં બાબતે હાલ તેઓએ વિરોધ કરી રહ્યા છે સાથે સાથે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી . દરમિયાન આજે પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ દ્વારા પાલિકાનાહોદેદારો અને અધિકારી સાથે બેઠક યોજી હતી ત્યારે આ બેઠકમાં સફાઈ કર્મીઓ રજૂઆત માટે આવ્યા હતા પણ અધિકારીઓના આદેશથી તેમને સાંભળવામાં આવ્યા ન હતા અને હડધૂત કરીને કાઢી મુક્યા હતા. હાલ જે સવર્ણ સમાજના લોકોની સફાઈ કર્મચારી તરીકે નિમણુક થઇ છે તેમને પણ સફાઈ કામ પર ઉતારવાની માંગણી સાથેવાલ્મીકી સમાજના સફાઈ કર્મીઓ આજે પ્રતિક ઉપવાસ ઉતરી ગયા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW