HomeGujaratગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા,પરિવાર ચોધાર આંસુએ રડ્યો

ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા,પરિવાર ચોધાર આંસુએ રડ્યો

સુરતના પાસોદરામાં ગત તા.12 ફેબ્રુઆરીએ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરત કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ કોઈ પ્રકારનો ડર દેખાયો નથી. બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો કોર્ટના કેસમાં હાજર રહ્યા છે.

આ દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી આ કેસમાં એક ચુકાદાની શરૂઆત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેસમાં દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. લોકો પણ એવું ઈચ્છતા હતા કે, ફેનિલને મૃત્યુદંડ જ મળવો જોઈએ. ગ્રીષ્મા વેંકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી. આરોપીને ફાંસી થાય તેવી સરકાર પક્ષ માંગ કરી હતી. ફેનિલ ના પરિવારના સદસ્યો કોર્ટરૂમમાં રડી પડયા હતા. ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 70 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો.

સરકાર પક્ષે કહ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજ આજે 5મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જજે કહ્યુ આ કેસ રેરેસ્ટ ઓફ રેર છે. મારી પણ 37 વર્ષની કારકિર્દી છે. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યાનો પણ પ્રયાસ કર્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW