મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક શીતળા માતાના મંદિર નજીક વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત નામના યુવકના બાઈક સાથે ઠોકર મારી ત્રણ શખ્સ એક કારમાં તેનું અપહરણ કરી દુર લઇ ગયા હતા અને ધોકા પાઈપ અને ઢીકા પાટુનો માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી.ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો તેને પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા જોકે તબિયત વધુ લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે મૃતકની માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે મહેન્દ્રનગર ગામમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ વિડજા,પરેશભાઈ બાલુભાઈ વિડજા અને મીનાબેન બાલુભાઈ વિડજા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર મિતેશ અને ભત્રીજો નીતેશ તેનું બાઈક લઈને મહેન્દ્રનગર તરફ જતા હતા તે દરમિયાન એક કારે સામેથી આવી ને ઠોકર મારી તેમને પાડી દીધા હતા બાદમાં ધર્મેશ પટેલ નામની વ્યક્તિ તેમાંથી નીચે ઉતરી હતી બન્ને પર પાવડાના હાથા વડે તેમના પર હુમલો કરી દીધો હતો જેમ તેમ કરીને નીતેશ બચીને ઘરે આવ્યો હતો અને સસમગ્ર ઘટના અંગે વાત કરતા પરિવારના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે મિતેશનું કારમાં અપહરણ કરી દુર લઇ ગયા હતા જયારે બાઈક ત્યાં પડ્યું હતું મિતેશની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.
દરમિયાન સાંજના સમયે ચંદુભાઈ નામની વ્યકિતનો ભરતભાઈને ફોન આવ્યો હતો જેમાં મિતેશ લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને આયુષ હોસ્પિટલમાં ખસેડ્યો હતો હોસ્પિટલ જતી વખતે મિતેશે જણાવ્યું હતું કે મિતેશને મહેન્દ્રનગરમાં રહેતી હેતવી પટેલ નામની યુવતી સાથે પ્રેમ પ્રસંગ હતો અને તેનો ખાર રાખી તેના પર હુમલો કરી હત્યા નીપજાવી હતી ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું , બનાવ અંગે મૃતકની માતાની ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે અપહરણ જીવલેણ હુમલો કરી હત્યા કરવા સહિતની કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

