HomeGujaratમોરબીમાં પરશુરામ જયંતી નિમિતે બ્રહ્મસમાજે શોભાયાત્રાનું કર્યું આયોજન

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે બ્રહ્મસમાજે શોભાયાત્રાનું કર્યું આયોજન

મોરબીમાં આજે પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું આ શોભાયાત્રાનું વાઘપરા ખાતે આવેલ ગાયત્રી મંદિર થી પ્રસ્થાન કરાવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા રામચોકથી ગાંધીચોક પહોચી હતી ત્મુયાંથી વિજયસિનેમા થઇ શહેરના માર્ગો પર ફરી હતી અને નહેરુગેટ ચોક પર પહોંચતા ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં કરણીસેના દ્વારા પુષ્પહાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યાંથી આ શોભાયાત્રા સ્ટેશન રોડ થઈ પરશુરામ ધામ ખાતે પહોચી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યા બ્રહ્મ સમાજના ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. આ પહેલા ગત રાત્રીના પરશુરામ ધામ ખાતે રાસ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની બહેનો અને યુવતીઓ મન મુકીને ગરબા ઘૂમી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW