Thursday, July 4, 2024
HomeGujaratસુરેન્દ્રનગર ST ડેપોમાં પીવાનું પાણી ન મળતા પ્રવાસીઓ પરેશાન

સુરેન્દ્રનગર ST ડેપોમાં પીવાનું પાણી ન મળતા પ્રવાસીઓ પરેશાન

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી આશરે 3000થી વધુ મુસાફરો આવે છે. પણ ડેપોમાં પ્રવાસીઓને પાણી પીવાની સુવિધા ન હોવાથી રોષની લાગણી ફેલાઇ છે. લોકોને પૈસાથી પાણી પીવાનો ઘાટ સર્જાતા પાણીની વ્યવસ્થાની માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીની સુવિધા માટે સૌથી મોટો સુરેન્દ્રનગર શહેરમાં એસટી ડેપો આવેલો છે.

બીજી તરફ આ જે જુનો ડેપો હતો તે પાડીને એ સ્થળે નવો ડેપો બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને હંગામી બસ સ્ટેશન ઉભી કરીને મુસાફરો માટે અંદાજે 5થી 7 વર્ષથી વ્યવસ્થા કરાઇ રહી છે. પરંતુ આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. આ બસ સ્ટેશનમાં એક સિન્ટેક્સની પાણીની ટાંકી મૂકીને પાણીની પરબ મુસાફરો માટે શરૂ કરવામાં આવી હતી. પણ છેલ્લી 3 સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતું હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લક્ષ્મણભાઈ મકવાણા, નિખિલભાઈ પરમાર, રાધાબેન વાળા, મણીબેન વાઘેલા વગેરેએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ બસ સ્ટેશનની પરબ પાણી પીવા આવી ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી. નળ પણ પાણીના બંધ છે ટાંકીમાં પાણી નથી. પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે ત્યાં પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે.

પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મીઓ સહિતના સ્ટાફ માટે પણ રૂ. 300થી 400 ખર્ચીને પાણીના ટાંકા મગાવીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW