Sunday, July 7, 2024
HomeGujaratગુજરાતના આ શહેરમાંથી 140 કિલો લીંબુ ચોરાયા, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતના આ શહેરમાંથી 140 કિલો લીંબુ ચોરાયા, ખેડૂતોમાં ચિંતા

હાલમાં લીંબુના ભાવ સામન્ય વ્યક્તિના બજેટનો કસ કાઢી રહ્યા છે. લીંબુના ભાવ પર સૌની નજર છે. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ઉછાળો આવતા ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. જેની સીધી અસર સામાન્ય માણસને થઈ રહી છે. ઉનાળામાં ભાવને કારણે માણસ લીંબુપાણી પીવા જેવો પણ રહ્યો નથી. એટલું જ નહીં લીંબુના ઉત્પાદનની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. પણ સુરતના કામરેજના કઠોર ગામે 6.5 વીઘામાં લીંબુની વાડીમાંથી 140 કિલો લીંબુ ચોરાઈ ગયા છે.

લીંબુના ભાવ આસમાને પહોંચતા ચોરની નજર લીંબુ પર કેન્દ્રીત થઈ છે. જોકે, ખેડૂતે લીંબુ ચોરી થયાની કોઈ ફરિયાદ નોંધાવી નથી. લીંબુની આ ચોરી રાત્રીના સમયે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેથી ત્રણ દિવસ પહેલા ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલો લીંબુનો પાક અલગ અલગ કરી ખેતરમાં મૂકી રાખ્યો હતો. પણ રાત્રીના સમયે લીંબુની ચોરી કરવા આવેલા ચોર 140 કિલો લીંબુ ચોરી ગયા હતા. જોકે, છેલ્લા દોઢેક મહિનાથી લીંબુના ભાવ દરેક વ્યક્તિને રડાવી રહ્યા છે.

સોડાશોપમાં લીંબુ શરબત ગાયબ થઈ ગયો છે. જ્યારે હોટેલ અને પાર્સલ પોઈન્ટ વાળા લોકોએ લીંબું દેવાનું બંધ કરી દીધું હતું. જોકે, ન માત્ર લીંબુ પણ મોટાભાગના શાકભાજીના ભાવ ગૃહિણીનું બજેટ ખોરવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ લીંબુને સૌથી મોંઘી કોમોડિટીનો ટેગ મળી ગયો છે. શાકભાજીઓના ભાવ પણ રોકેટગતિએ વધ્યા છે જેના કારણે ગૃહિણીઓ પરેશાન છે. અન્ય શાકભાજીઓની જેમ આગામી સમયમાં ડુંગળી અને બટેટાના ભાવ પણ વધે તેવી આશંકા વેપારીઓ સેવી રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે ઉનાળાની શરુઆતમાં શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. માત્ર છૂટક જ નહીં, હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ 10 દિવસમાં બમણાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં લીંબુનો વપરાશ ઘણો વધારે હોય છે, તેની સામે માર્કેટમાં લીંબુ ઓછા આવી રહ્યા છે, જેના પરિણામે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અહીં એક પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે સીઝનની શરુઆતમાં શાકભાજી આટલી મોંઘી છે તો હજુ કેટલો ભાવ વધારો સહન કરવાનો વારો આવશે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW