મોરબી તાલુકાના ઘૂટું ગામના આંબેડકરનગરમાં રહેતા અને કડિયાકામ કરતા પ્રવીણભાઈ કરશનભાઈ ઝાલાના મકાનમાં બુધવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તીજોરીના તાળા તોડી રૂ રૂ 85 હજાર રોકડ,2 સોનાની વીટી સોનાનો ચેઈન તમેજ પગના સાંકડા સહીત રૂ 1,95,250 ની કિમતના મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે પ્રવીણભાઈએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આઈ એમ અજમેરી તપાસ ચલાવી રહ્યા છે.

