HomeGujaratહરિધામ સોખડાના વિવાદનો કાલે આવશે અંત, સમાધાન જ શ્રેષ્ઠ ઉપાયઃ હાઈકોર્ટ

હરિધામ સોખડાના વિવાદનો કાલે આવશે અંત, સમાધાન જ શ્રેષ્ઠ ઉપાયઃ હાઈકોર્ટ

હરિધામ સોખડા વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાનનું વલણ રાખવા માટે જણાવ્યું હતું. તેમજ ધાર્મિક સંસ્થાઓમાં વિવાદો યોગ્ય નથી અને સમાધાન જ શ્રેષ્ઠ ઉપાસ હોવાનું જણાવ્યું હતું. હવે આવતીકાલે આ વિવાદ અંત આવશે.

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.

હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી હતી. અગાઉ સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં હાઇકોર્ટે હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસમા રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા હાઈકર્ટે આદેશ આપ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW