ઉત્તર ગુજરાતના વીસનગર તાલુકા સમસ્ત ચૌધરી સમાજ તથા દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલા રાજ્ય સરકારનાં કેબિનેટમંત્રી ઋષીકેશભાઇ પટેલ અને દૂધ સાગર ડેરી મહેસાણાનાં ચેરમેન અશોકભાઇ ચૌધરીના સન્માન સમારંભમાં હાજરી આપી હતી. કોંગ્રેસનાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખાસ હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશનાં ઉપપ્રમુખ અને પ્રભારી કૌશલ્યા કુંવરબા, પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, ધારાસભ્ય રમણભાઇ પટેલ, અજમલજી ઠાકોર, પ્રદેશનાં મંત્રી પંકજભાઇ ચૌધરી, જીલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, જીલ્લા અધ્યક્ષ જશુભાઇ પટેલ, દૂધ સાગર ડેરીનાં ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, અશોકભાઈ કાર્યક્રમનો સમય વહેલો આપતા હતા. અશોકભાઈ ડેરીના ચેરમેન ખતા પણ દૂધ ઉત્પાક નહીં .એમના ઘરે કદાચ ગાય ભેંસ નથી. પછી અશોકભાઈએ કહ્યું પાંચ છે. એ સમયે મંચ પરથી પાટીલે કહ્યું કે, પાંચમાં શું લેવાનું? મેં એમને કહ્યું કે, અશોકભાઈ દૂધ ઉત્પાદક ભાઈ બહેનો સમય પહેલા નહીં આવી શકે. એમની ગાય અને ભેંસ દૂધ આપવાનો જે સમય છે એનાથી પહેલા જો દૂધ લેવાનો પ્રયત્ન કરશે તો દૂધ ઓછું આવશે. એના કારણે નુકસાન થાય એટલા માટે સમયસર દૂધ લીધા બાદ જ કાર્યક્રમમાં આવશે. મારી પાસે સાતસો ભેસ….કેટલી? સાતસો અને 100 ગાય હતી. ગાય ભેંસની કાળજી કેવી રીતે લેવાની એ પાંચ ગાયમાં ખબર ન પડે. એમને ખબર નહીં હોય છે. આ ગાય અને ભેંસ તો બાળક જેવી જિદ્દી હોય છે. તમારે એને પંપાળવી પડે એને પ્રેમ આપવો પડે. અને બહેનો જ્યારે આ ગાય કે ભેંસને જ્યારે દોંહે છે. ત્યારે જે લાગણી સાથે બાળક સાથે જે વર્તન કરે છે, એટલો જ સ્નેહ, એટલો જ પ્રેમ એ વર્તન આ ગાય ભેંસને આપે છે. એટલા માટે આટલું દૂધ આજે ડેરીમાં જમા થતું હોય છે.

મેં જ્યારે તબેલો ચાલું કર્યો ત્યારે મને પણ ખબર ન હતી પણ ધીમે ધીમે ખબર પડી કે, ગાય કે ભેંસને ડાયાબિટિસ પણ થાય, એને મોતીયો પણ આવે. બીમાર પણ પડે. એટલા માટે તબેલામાં ડૉક્ટર રાખ્યા હતા. એમણે કહ્યું કે, જ્યારે આવી 45ની ગરમીમાં દૂધ ઓછું થાય. પશુઓને પણ ટાઢક મળે એવી વ્યવસ્થા કરતા હતા. જેથી એને ઠંડી હવા મળે. ગાય ભેંસને ગરમીમાં શેકાવું ન પડે. જેની સીધી અસર દૂધ ઉત્પાન ઉપર પણ થાય આ સાથે સવાર સાંજ સંગીત સંભળાવાતા, જેથી આ સંગીતથી ગાય અને ભેંસનુ મન પણ શાંત થાય.એના કારણે એનુ દૂધ ઉત્પાદન પર સીધી અસર પડે છે.

