HomeGujaratમોરબીમાં સત્સંગ સમાજ આયોજિત હનુમાન ચાલીસા કથાનો આજથી પ્રાંરભ

મોરબીમાં સત્સંગ સમાજ આયોજિત હનુમાન ચાલીસા કથાનો આજથી પ્રાંરભ

મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે કથાનો પ્રારંભ થશે અને રાત્રે 8-30 થી 11-30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામથી પધારી પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું આયોજન કરાયું છે.

મોરબીના સત્સંગ સમાજ દ્વારા સનસીટી ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો પ્રારંભ 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 8-30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે. ત્યારબાદ 30 એપ્રિલના રોજ રાત્રે 10.30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજ સંતો ભક્તોને વધાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવશે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે. 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. 28 એપ્રિલ ને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8 કલાકેથી 10 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 2 મેના રોજ રાત્રે 11-30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW