HomeGujaratશિવરાજપુર બીચમાં બોટિંગ-સ્કુબા ડાઈવિંગમાં કરવો પડશે આટલા રૂપિયાનો ખર્ચ

શિવરાજપુર બીચમાં બોટિંગ-સ્કુબા ડાઈવિંગમાં કરવો પડશે આટલા રૂપિયાનો ખર્ચ

દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત રાજ્ય પાસે છે. રાજ્યમાં ઘણા એવા બીચો પણ આવેલા છે જે ફોરેનના બીચોને પણ ટક્કર આપી રહ્યાં છે. જેમાં દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચે પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જો તમે ત્યાં ફરવા માટે જઈ રહ્યાં છો અને બોટિંગ અને સ્કુબા ડાઈવિંગ કરવા માટે વિચારી રહ્યાં છો તો તમારે આટલા રૂપિયા ચુકવવા પડશે.

આ બીચ દ્વારકાથી 11.6 કિલોમીટર દુર શિવરાજપુર ગામની નજીક આવેલો છે. જેની પાસે દીવાદાંડી અને ખડકાળ કિનારા પણ છે. જો તમે બીચ પર જાઓ તો અહીં આવેલી દીવાદાંડી જોવાનું ચુકતા નહીં. અહીં દૂર દેશથી આવતા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત એડવેન્ચર શોખીનો પણ શિવરાજપુર બીચ પર જતા હોય છે. પાછલા થોડા વર્ષોથી આ બીચ પર એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના કારણે ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે.

વોટર સ્પોર્ટ્સના શોખીનો આ બીચ પર ખૂબ જાય છે. આ ઉપરાંત અહીં ભીડ ન હાવાના કારણે તમે શાંતિમાં સમય પસાર કરી શકો છો. જો તમે સ્કુબા ડાઈવિંગ કરવા માગતા હો તો તમારે પ્રતિવ્યક્તિ 2500 રૂપિયા, સ્નોર્કલિંગ માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 700, બોટિંગ માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 1500 અને આઈસલેન્ડ ટૂર માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 2300 ચુકવવા પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW