HomeGujaratCentral Gujaratસંત હવે સંસારમાંઃ સોખડા મંદિર વિવાદમાં બંને સંતો સાંસારિક જીવનમાં પરત

સંત હવે સંસારમાંઃ સોખડા મંદિર વિવાદમાં બંને સંતો સાંસારિક જીવનમાં પરત

સુરત પોલીસ પ્રવિણ વાધેલા સુધી પણ પહોંચી ગઈ છે. જુદા જુદા નંબર પરથી તપાસ કરવાનું ચાલું કરી દીધું છે. સુરતના કામરેજના સેવક તરફથી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરાયા હતા કે, સોખડા હરિધામ મંદિર ટ્રસ્ટમાં તે કામ કરતો હતો. સોખડા મંદિર વિવાદ કેસમાં સુરત પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

જ્યાં પ્રેમ સ્વામિ, જ્ઞાનસ્વરૂપ સ્વામી, સાધુ સરલજીવન સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી તથા હરિ આશ્રમના સેક્રેટરી જયંત દવે તરફથી અનેક પ્રકારની ખોટી અને ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હતી. જેનો વિરોધ કરતા તેને સંકુલમાંથી લાત મારીને કાઢી મૂકાયો. યુવકોએ આક્ષેપ કર્યો હતો કે, બે સંતો મહિલા સાથે આડા સંબંધ ધરાવે છે. જેનો વિરોધ કરતા કાઢી મૂકવામાં આવ્યા હતા. એક યુવાને એવો આક્ષેપ કર્યો હતો કે, ભગવા કપડાં પહેરીને બસી ગયેલા સ્વામિઓ શારીરિક સંબંધો બાંધી રહ્યા છે. આ અરજીના આધારે સુરત પોલીસે તપાસ લંબાવી હતી. જેમાં જુદા જુદાદ સેવકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. જોકે, વિવાદ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો સંબંધ નવો નથી. આ પહેલા પણ જૂનાગઢમાંથી સંતની કામલીલા સામે આવી છે. એવામાં ફરી સંતો સામે લાંછન લાગે એવા આક્ષેપોની તપાસ થઈ રહી છે.

મહાનગર વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિર અંગે વિવાદમાં કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેના કારણે પ્રબોધ સ્વામિ વિવાદમાં અટવાયા હતા. એવામાં હવે હરિદર્શન સ્વામિએ ભગવા કપડાં ત્યજી દીધાની ચર્ચા છે. જ્યારે ભાગવત સ્વામિએ પણ ભગવાનો ત્યાગ કરી દીઓ છે. જેથી હવે બંને સંત સાંસારિક જીવનમાં પાછા આવશે. આ મામલો બાકરોલ સુધી પહોંચ્યો હતો. હરિધામ સોખડા મંદિર વિવાદમાં તપાસ તેજ બની છે. જેમાં પ્રેમ સ્વરૂપ અને ત્યાગવલ્લભ સ્વામિ સહિતની નવ સંતોની કાયદેસર પૂછપરછ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW