ગુજરાતમાં કોઈ મોટી રાજકીય નવાજૂની થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. કૈલાશ વિજયવર્ગીય અચાનક ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રજકીય રીતે તોડજોડમાં માહિર વિજયવર્ગીય કોઈ મોટું રાજકીય ઑપરેશન પાર પાડવા માટે આવ્યા હોય એવી ચર્ચાઓ છે. એમના સ્વાગત માટે અમદાવાદ ભાજપના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા.
પણ એમને રીસીવ કરવા માટે ગયેલા નેતાઓ અને આગેવાનો પણ આ રાજકીય ઑપરેશનથી અજાણ હોય એવું લાગ્યું. વડોદરામાં પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 5મી ગુજરાત છાત્ર સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત રહ્યા હતા. કૈલાશ વિજયવર્ગીયને વડાપ્રધાન મોદી અને અમિત શાહના સૌથી નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. આ પહેલા બંગાળમાં જે તે જિલ્લાની જવાબદારી વિજયવર્ગીયને સોંપવામાં આવી હતી. બંગાળમાં ભાજપને મજબુત કરવામાં એમનો સિંહફાળો હોવાનું મનાય છે. વડોદરા સિવાય તેઓ સૌરાષ્ટ્ર રીયલ એસ્ટેટ સમિટમાં પણ હાજરી આપવાના છે. જ્યાં રાજકોટ બિલ્ડર એસો.ની એક વાર્ષિક સભા પણ યોજાશે.

જેમાં રાજ્યકક્ષા મંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહેવાના છે. રાજકોટના સાંસદ અને ધારાસભ્યો પણ આ બેઠકમાં ખાસ હાજરી આપે એવી પૂરી શક્યતાઓ છે. સોમવારે તેઓ ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક કરવાના છે. ખોડલધામના નવા પ્રમુખ અને રાજકારણમાં એમના જોડાવવા અંગે કંઈક પરિણામ આવે એવી પૂરી સંભાવના છે. ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. હાર્દિક પટેલે ભાજપના ગીત ગાવાના શરૂ કર્યા છે પણ ભાજપમાં જવાની અટકળો પર તેમણે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એટલે હવે નરેશ પટેલ કંઈક ચોંકાવનારી સ્પષ્ટતા કરે એ નક્કી છે.
छात्र शक्ति राष्ट्र शक्ति !!!
— Kailash Vijayvargiya (@KailashOnline) April 24, 2022
पारुल यूनिवर्सिटी में पांचवी गुजरात छात्र संसद में छात्रों को संबोधित किया, जिसमें वर्तमान समय के समसामयिक मुद्दों से उन्हें अवगत कराया और राष्ट्र निर्माण में छात्रों के योगदान को बताया।#5thgujaratchhatrasansad #Chhatrasansad pic.twitter.com/3hGgz47ecP
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણીના કામે લાગી ગઈ છે. પ્રચાર, પ્રસાર, ઉદ્ધાટન, સામાજિક પ્રસંગ, કાર્યક્રમ, સંમેલન, ધાર્મિક સભાઓ રાજનેતાઓ હરખભેર ભાગ લેતા થયા છે. કેટલાક નેતાઓ નારાજ છે તો કોઈ નવો ચહેરો નેતા બનવા માટે તૈયાર છે. એવામાં કોઈ પક્ષમાં પ્રવેશોત્સવ તો ક્યાંક ભંગાણ જોવા મળે છે. જોવાનું એ રહે છે કે, કૈલાશ વિજયવર્ગીય ગુજરાતમાં ક્યુ ઑપરેશન પાર પાડે છે.

