HomeGujaratસેવકે ઘટસ્ફોટ કર્યો,સ્વામિએ મારી સાથે અનેકવાર અપ્રાકૃતિક સેક્સ માણ્યું

સેવકે ઘટસ્ફોટ કર્યો,સ્વામિએ મારી સાથે અનેકવાર અપ્રાકૃતિક સેક્સ માણ્યું

છેલ્લા આઠ મહિનાથી સોખડા હરિધામ મંદિર, એના સંતો તથા સંપત્તિનો મામલો વિવાદમાં છે. એવામાં સુરતના એક ભાવિકે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, સંતોના આચરણ અને જીવનચરિત્ર પર પ્રશ્નો ઊભા થાય એમ છે. પ્રબોધસ્વામિ જૂથ સાથે જોડાયેલા સુરતના એક સેવકે શુક્રવારે તાલુકા પોલીસ સામે નિવેદનમાં એવી સ્પષ્ટતા કરી છે કે, પ્રેમ સ્વરૂપસ્વામિ જૂથના સરલજીવનસ્વામિએ અનેક વખત મારી સાથે અપ્રાકૃતિક સેક્સ સંબંધ બાંધીને જાતીય સતામણી કરી છે. આ સિવાય અન્ય કેટલાકને પણ પોતાની હવસના શિકાર કર્યા છે.

આ વાત દાવા સાથે કરવામાં આવી છે. સુરતમાં રહેતા દીપેને (નામ બદલ્યું છે) તાલુકા પોલીસ સ્ટેશનમાં તા. 31 માર્ચે કરેલી અરજી એવી હતી કે, તા.22 જુલાઈ 2013થી હરિધામ આશ્રમ ટ્રસ્ટમાં સેવક તરીકે કામ કરતો હતો. પ્રેમસ્વરૂપસ્વામી, જ્ઞાનસ્વરૂપસ્વામી, સાધુ સરલજીવનસ્વામી, ત્યાગવલ્લભસ્વામી અને હરિધામના સચિવ જયંત દવેની પ્રવૃત્તિનો વિરોધ કર્યો તો મને માર્ચ મહિનામં કાઢી મૂકવામાં આવ્યો. મારો પાસપોર્ટ પણ ત્યાગવલ્લભ સ્વામીએ લઈ લીધો છે. એ પછી આસોજન પ્રણય, સોખડાના બંટી, શ્રેયસ તથા પિન્ટુ નામના વ્યક્તિઓએ મારા પર હુમલો કર્યો હતો. આ યુવકે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કામરેજની જ એક મહિલા સાથે સાધુ સરલજીવનનું અફેર ચાલતું હતું. એના સંબંધોની મને ગંધ આવી જતા મને ત્રાસ દેવાનું શરૂ કર્યું. સરલજીવને ઈચ્છા વિરૂદ્ધ અનેક વખત સેક્સ માણવા માટે ફરજ પાડી છે. જાતિય સતામણી અને શોષણ પણ કર્યું છે. પોલીસમાં અરજી આપ્યા બાદ સેવકે મોટી ચોખવટ કરી છે. કામરેજમાં પણ અન્ય યુવક સાથે અનેક વખત સાધુએ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. યુવકને સંતોને સ્નાન કરાવવાની અને માલિશ કરી દેવાની કામગીરી સોંપાઈ હતી. આ સાથે એક અન્ય યુવાને પણ જિલ્લા પોલીસને અરજી કરીને પ્રેમસ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, સરલજીવનસ્વામી અને ત્યાગસ્વામી કામગીરનો વિરોધ કરતા લેવાયેલા પગલાં અંગે જાણકારી આપી છે. આ યુવકને પણ માર મારીને એનો પાસપોર્ટ જપ્ત કરીને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

અરજી બાદ બંનેને શુક્રવારે તાલુકા પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. પછી એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સરલસ્વામિ જાતિય શોષણ કરતો હોવાનું અને ધમકી આપીને ત્રાસ દેતો હોવાનું કહ્યું છે. જ્યારે એમનો રૂબરૂ અને ફોનથી સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. PSI વિરમ લાંબરિયાએ કહ્યું કે, સુરતના બંને યુવકોને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. જેમાં સરલજીવન સામે જાતિય સતામણી કર્યા હોવાનો દાવો થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW