HomeGujaratમોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજની આશા વધી સરકાર ઠરાવ પાછો ખેચે તેવી...

મોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજની આશા વધી સરકાર ઠરાવ પાછો ખેચે તેવી અટકળો,આગેવાનોની રજૂઆત ફળશે આશા

રાજ્ય સરકાર દ્વારા 2020માં સરકારી મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરી હતી જોકે ખાનગી પેઢીઓને ખટાવવા સરકારે છેલ્લી ઘડીએ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજના બદલે ખાનગી સંસ્થા સંચાલિત બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ જાહેરાત કરી હતી અને તેણા માટે ખાનગી સંસ્થા પાસે અરજી પણ મગાવી લીધી હતી. આ અંગે મોરબીવાસીઓને જાણકારી મળતા સરકાર દ્વારા તેમની સાથે છેતરપીડી કરી હોય તેવી સ્થિતિ સર્જાઈહતી કારણ કે 2021ની પેટા ચુંટણીમાં ભાજપના હોદેદારો તેમજ સરકાર દ્વારા આરોગ્ય સેવામાં ધરખમ સુધારો કરવા અને મેડીકલ કોલેજ સ્થાપવાના નામે પ્રચાર કર્યો હતો જોકે છેલ્લી ઘડીઓ ખાનગી સંસ્થા સંચાલિત મેડીકલ કોલેજની જાહેરાત કરી સરકાર મોરબીવાસીઓને છેતરી રહી છે તેવો વિપક્ષે પણ પ્રચાર કર્યો હતો

આ બાદ મોરબીના પાટીદાર કન્યા કેળવણી મંડળ,અલગ લગ શૈક્ષણિક સંસ્થા,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં જિલ્લા ભાજપના આગેવાનોએ રજૂઆત કરી હતી બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ મુદાને લઇ સરકારને રીતસર ઘેરી રહી છે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂટણી નજીક આવી રહી છે આવા સમયે સરકારને આ પ્રકારની લોકોની નારજગી ભારે પડી શકે અને તેની અસર ચુંટણીમાં પણ થઇ શકે છે. આમ સરકાર જાણે પાણી પહેલા પાળ બાંધવા માગતી હોય તેમજ સ્થિતિ સમજી હોય તેમ ફરી મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવાનો નિર્ણય કરી શકે છે તેવી અટકળો વધી છે અને મોરબીને ફરી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ જ પરત મળે તેવી આશા તેજ બની છે.જોકે સાચી સ્થિતિ તો સરકારના આદેશ થયા બાદ જ સામે આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW